ગુજરાત ATSએ પોરબંદરથી (Porbandar) એક ઈસમની ધરપકડ કરી છે, જે કોસ્ટલ સુરક્ષા એજન્સીઓની જાસૂસી (Spying) કરતો હોવાનું જાણવા મળ્યું છે.
આ વ્યક્તિની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. હાલ તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, તે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના હેન્ડલરો સાથે સંપર્કમાં હતો અને તેમને માહિતી મોકલવાતો હતો. તેણે કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓને લગતી કેવી માહિતી લીક કરી છે અને કેટલી માહિતી પહોંચી છે તે હાલ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ટૂંક સમયમાં આ મામલે ATS પ્રેસ કૉન્ફરન્સ કરીને વધુ વિગતો આપશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.