Tuesday, March 25, 2025
More

    સુરતથી અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરને જોડતી નવી 10 વોલ્વો બસ શરૂ કરાઈ 

    ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા નવી 10 વોલ્વો બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જે સુરત શહેરને ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટ સાથે જોડશે. શનિવારે (14 ડિસેમ્બર) વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ આ તમામ બસને લીલી ઝંડી બતાવી હતી. 

    2–2 લેધર પુશ બેક સીટ ધરાવતી આ બસની ક્ષમતા 47 સીટની રહેશે. સાથે મોબાઇલ ચાર્જિંગની સુવિધા પણ હશે. 13.50 મીટર લાંબી આ બસમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, સીસીટીવી કેમેરા જેવી અત્યાધુનિક સિસ્ટમ હશે. 

    આ બસ સુરતથી ગાંધીનગર, ગાંધીનગરથી સુરત, સુરતથી નહેરુનગર (અમદાવાદ) અને નહેરુનગરથી સુરત તેમજ સુરતથી રાજકોટ એમ દોડશે.