ગોધરાકાંડ (Godhra Kand) મામલે જેને આજીવન કેદની સજા મળેલ હતી તે આરોપી સલીમ જર્દા (Salim Jarda) પેરોલ પર છૂટીને ફરાર થઇ ગયો હતો. જેની ચોરીના મામલે ધરપકડ (Arrested) કરવામાં આવી છે. પુણે ગ્રામીણ પોલીસે 22 જાન્યુઆરીના રોજ આરોપીની ધરપકડ કરી હતી.
આ મામલે પોલીસે જણાવ્યું કે, પુણે ગ્રામીણ પોલીસે 22 જાન્યુઆરીએ સલીમ જર્દાની ધરપકડ કરી છે, જે 2002માં ગોધરાકાંડ મામલે આજીવન કેદની સજા પામેલા 31 દોષીમાંથી એક હતો. નોંધનીય છે કે 17 સપ્ટેમ્બર 2024ના દિવસે જર્દાને સાત દિવસની પેરોલ મળી હતી.
ગોધરા કાંડમાં દોષી સલીમ જર્દા પુણેમાં ચોરી કેસમાં પકડાયોhttps://t.co/CZBX8DyBkK#SalimJarda, #GodhraCase, #PuneTheft, #iPhoneTheft, #CrimeNews, #thegujaratreport
— The Gujarat Report (@TGujarat_Report) February 3, 2025
તેને 17 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર નીકળીને તે ફરાર થઈ ગયો હતો. અહેવાલ અનુસાર આલેફાટા પોલીસે કહ્યું કે, “અમે 22 જાન્યુઆરીએ સલીમ જર્દા અને તેના ગેંગના સભ્યોની ચોરીના એક મામલે ધરપકડ કરી હતી. તે પુણે ગ્રામીણ વિસ્તારમાં ચોરી કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, તે ગોધરાકાંડ મામલે ગુનેગાર પણ હતો.”
નોંધનીય છે કે ફરાર સલીમને પુણેના એક ગામ આમોદ પાસેથી પકડવામાં આવ્યો હતો. તથા તેને ટ્રાન્સફર વોરંટથી ગોધરા લાવવામાં આવ્યો હતો. ત્યારપછી તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો જોકે, કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી તેને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
પોલીસે જણાવ્યા અનુસાર “2002ના ગોધરાકાંડ મામલે 31 લોકોને ગુનેગાર સાબિત કરવામાં આવ્યા હતાં. તેમાંથી 11ને શરૂઆતમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને 20ને આજીવન કેદની સજા મળી હતી. જર્દા પણ એ 11 લોકોમાં સામેલ હતો જેને મોતની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ, ગુજરાત હાઇકોર્ટે બાદમાં તેની સજાને આજીવન કેદમાં બદલી દીધી હતી.”