ગોધરાકાંડના સાક્ષીઓની (Godhra Kand Witnesses) સુરક્ષા (Security Withdrawn) હટાવી દેવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલ અનુસાર કુલ 14 સાક્ષીઓને CISFના 150 જવાનોની સુરક્ષા આપવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકારે સાક્ષીઓની સુરક્ષા હટાવવી લીધી છે.
અહેવાલ મુજબ ગૃહ મંત્રાલયે SITના ભલામણ અહેવાલના આધારે 14 સાક્ષીઓની સુરક્ષા દૂર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગોધરાકાંડ મામલે રચાયેલી SITએ 10 નવેમ્બર, 2023ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવા માટે પોતાનો અહેવાલ આપ્યો હતો.
આ સાક્ષીઓમાં હબીબ રસૂલ સૈયદ, અમીના હબીબ રસૂલ સૈયદ, અકીલા યાસીનમીન, સૈયદ યુસુફ, અબ્દુલ મરિયમ અપ્પા, યાકુબ નૂરન નિશાર, રજક અખ્તર હુસૈન, નઝીમ સત્તાર, માજીદ શેખ યાનુશ મહમદ, હાજી મયુદ્દીન, સમસુદ્દીન ફરીદા બાનુ, સમુદ્દીન મુસ્તફા ઇસ્માઇલ, મદીનાબીબી મુસ્તફા અને ભાઈલાલ ચંદુ રાઠવાનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરતા કાર સેવકોને લઈ જતી સાબરમતી એક્સપ્રેસની એક બોગીમાં આગ લગાવવામાં આવી હતી. જેમાં 28 લોકોનું મૃત્યુ થયું હતું. ત્યારપછી સમગ્ર રાજ્યમાં દેશની સૌથી મોટી સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી જેમાં 1044 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.