Monday, March 17, 2025
More

    અમેરિકનોના ટેક્સના $50 મિલિયન ગાઝામાં કોન્ડમ માટે મોકલવા માંગતા હતા બાયડન: વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં થયો ખુલાસો, પ્રેસિડેન્ટ ટ્રમ્પે લગાવી રોક

    અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) સરકાર બન્યા બાદ ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ સામે આવ્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાયડને (Joe Biden) પેલેસ્ટિનિયન પ્રદેશ ગાઝામાં (Gaza) કોન્ડોમ (Condom) માટે તિજોરી ખોલી દીધી હતી. જેમાં લગભગ $50 મિલિયન રકમ ફાળવવામાં આવી હતી.

    વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ વાતનો ખુલાસો કર્યો અને વિદેશી સહાયના સંચાલન માટે પૂર્વ વહીવટીતંત્રની ટીકા કરી હતી. 28 જાન્યુઆરીએ લેવિટે જણાવ્યું હતું કે “ગાઝામાં કોન્ડોમ પર યુએસમાં ટેક્સ ભરનારા લોકોના $50 મિલિયન (આશરે ₹4,32,94,99,130) ખર્ચાવાના હતા.”

    લેવિટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે “આ કરદાતાઓના નાણાંનો બગાડ છે.” નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી વ્હાઇટ હાઉસમાં આ પહેલી પ્રેસ બ્રીફિંગ હતી.

    DOGEના વડા ઇલોન મસ્કે આ બાબતની ટીકા કરતા કહ્યું હતું કે, “મારો અંદાજ છે કે તે પૈસાનો મોટો ભાગ કોન્ડોમને બદલે હમાસના ખિસ્સામાં ગયો હોત.” તેમણે સોશિયલ મીડિયા પર આ મામલે પોસ્ટ પણ કરી હતી.

    અહેવાલ અનુસાર 2017માં, આતંકવાદીઓએ દક્ષિણ ઇઝરાયલમાં કોન્ડોમ અને ફુગ્ગાઓથી બનેલા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (IEDs) લોન્ચ કરવાનું શરૂ કર્યું. જે ફુગ્ગાઓ શાળાના મેદાનો, ખેતરો અને હાઇવે પર પડ્યા, જેના કારણે લોકોને ઇજાઓ પહોંચી હતી.