Monday, March 17, 2025
More

    સમલૈંગિક દંપતીએ ખ્રિસ્તી સંગઠન પાસેથી 2 બાળકોને લીધા દત્તક, પછી કરવા માંડ્યા બળાત્કાર: અમેરિકન કોર્ટે ફટકારી 100 વર્ષની સજા

    એક અમેરિકન સમલૈંગિક દંપતી (Gay Couple) 34 વર્ષીય વિલિયમ ઝુલોક અને 36 વર્ષીય ઝાચેરી ઝુલોકે તેમના દત્તક પુત્રો પર બળાત્કાર (Rape on Adopted children) કર્યો હતો. આ જઘન્ય ગુના માટે કોર્ટે બંનેને 100 વર્ષની જેલની સજા ફટકારી છે. જેલવાસ દરમિયાન ગુનેગારોને પેરોલ પણ નહીં મળે. બાળકોને 2018માં એક ખ્રિસ્તી સંગઠન (Christian organization) દ્વારા દત્તક આપવામાં આવ્યા હતા. તે સમયે બાળકોની ઉંમર માત્ર 3 વર્ષ અને 5 વર્ષની હતી.

    ગુનેગાર ઝેકરી બેંકિંગ સેક્ટરમાં કામ કરતો હતો, જ્યારે વિલિયમ સરકારી નોકરીમાં હતો. આ બંને બાળકોનું નિયમિત રીતે જાતીય શોષણ (sexually abused) કરતા હતા અને તેમને તેમાં ભાગ લેવા દબાણ કરતા હતા. વધુમાં, તેઓએ જાતીય કૃત્યો રેકોર્ડ કર્યા અને પીડોફિલ પોર્નોગ્રાફી (pedophile pornography) પણ બનાવી. આમાંના એક દોષિતે સ્નેપચેટ પર ફોટો શેર કરતી વખતે એક મિત્રને બાળક પર થયેલા યૌન શોષણ વિશે જણાવ્યું હતું.

    વર્ષ 2022માં તેની ગેંગનો એક સભ્ય ચાઈલ્ડ પોર્ન (child porn) ડાઉનલોડ કરવાના આરોપમાં પકડાયો હતો. આ પછી બંને ગુનેગારો ઝડપાઈ ગયા. તપાસમાં સામે આવ્યું છે કે ગે કપલ પોતાના ઘરમાં ચાઈલ્ડ પોર્ન બનાવતા હતા. તેઓ શરૂઆતથી જ બાળકોની જાતીય સતામણી કરતા હતા. હવે પીડિત બંને ભાઈઓની ઉંમર 10 અને 12 વર્ષની છે. ઝાચેરી પર અગાઉ 2011માં અન્ય બાળક પર હુમલો કરવાનો આરોપ હતો.