Wednesday, February 5, 2025
More

    દર વર્ષે 500 દિવ્યાંગ દુલ્હનોને આપીશું ₹10-10 લાખનું દાન: લગ્ન પહેલા ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂએ લીધો ‘મંગળ સેવા’ સંકલ્પ

    ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ (Gautam Adani) બુધવારે (5 ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે તેમના પુત્ર જીત અદાણી અને તેમની પુત્રવધૂ દિવા નવપરિણીત વિકલાંગ મહિલાઓને (specially-able women) મદદ કરવાના હેતુથી કલ્યાણકારી પહેલ ‘મંગલ સેવા’ (Mangal Seva) હેઠળ 500 વિકલાંગ મહિલાઓને ₹10-10 લાખનું દાન કરશે.

    જીત અદાણીએ તેમના લગ્નના બે દિવસ પહેલા આ પહેલની શરૂઆત કરવા માટે તેમના નિવાસસ્થાને 21 નવપરિણીત અપંગ મહિલાઓ અને તેમના પતિઓને મળ્યા હતા. શુક્રવારે અમદાવાદમાં તેમના લગ્ન દિવા શાહ સાથે થવાના છે.

    સેવા એ ધ્યાન, પ્રાર્થના અને ભગવાન છે તે તેમના ફિલસૂફી પર પ્રકાશ પાડતા, ગૌતમ અદાણીએ X પર પોતાની ખુશી શેર કરી, ભાર મૂક્યો કે જીત અને દિવાની સાથેની યાત્રાનું પહેલું પગલું આ ઉમદા કાર્યને સમર્પિત છે. તેમણે આશા વ્યક્ત કરી કે મંગલ સેવા ઘણી દિવ્યાંગ મહિલાઓ અને તેમના પરિવારો માટે સન્માન અને ખુશી લાવશે અને સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે દંપતીને આશીર્વાદ આપ્યા.