Tuesday, June 24, 2025
More

    ‘સમુદ્રથી લઈને પાકિસ્તાનમાં અંદર સુધી… દુશ્મનની દરેક હરકત પર હતી આપણી નજર’: ISRO ચીફે કહ્યું- નાગરિકોની સુરક્ષા માટે 10 સેટેલાઈટ કરી રહ્યા હતા કામ

    ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને લઈને ISROએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખાસ કરીને નાગરિકોની સુરક્ષા અને દુશ્મનોની હિલચાલન પર નજર રાખવા માટે ISROના 10 સેટેલાઈટ સતત કામ કરી રહ્યા હતા. ISRO ચીફ વી નારાયણને કહ્યું છે કે, દેશના નાગરિકોની સુરક્ષા માટે 10 સેટેલાઈટ 24 કલાક કામ કરી રહ્યા હતા. સમુદ્રથી લઈને પાકિસ્તામાં અંદર સુધી તે દુશ્મનની દરેક હરકતો પર નજર રાખી રહ્યા હતા.

    ઇમ્ફાલમાં કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયના 5માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા ISRO ચીફે આ મહત્વપૂર્ણ વાત કરી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા પર સંગઠનના પ્રયાસો પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, દેશના નાગરિકોની સુરક્ષા માટે ઓછાંમાં ઓછા 10 સેટેલાઈટ 24 કલાક કામ કરી રહ્યા હતા.

    તેમણે કહ્યું કે, “તમે સૌ આપણાં પાડોશી વિશે જાણો છો. જો આપણે આપણાં દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવી છે તો આપણે ઉપગ્રહોદ્વારા સેવા કરવી પડશે. આપણે આપણાં 7000 KM સમુદ્ર તટ પર પણ નજર રાખવી પડશે. ઉપગ્રહ અને ડ્રોન ટેકનોલોજી વગર આપણે આ હાંસલ નહીં કરી શકીએ.”