Sunday, June 22, 2025
More

    પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન થયા પ્રોસ્ટેટ કેન્સરના શિકાર: હાડકાં સુધી ફેલાઈ ગયો છે રોગ, ટ્રમ્પે વ્યક્ત કરી ચિંતા

    અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને (Joe Biden) પ્રોસ્ટેટ કેન્સર (prostate cancer) હોવાનું નિદાન થયું છે. બે દિવસ પહેલા તપાસ દરમિયાન આ વાત સામે આવી હતી. આ માહિતી બાયડનના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે પ્રોસ્ટેટ કેન્સરના કોષો આસપાસના હાડકાંમાં ફેલાઈ ગયા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.

    82 વર્ષીય બાયડનને પેશાબની સમસ્યા હતી. બાયડનના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ હોર્મોન ખૂબ જ સંવેદનશીલ લાગે છે છતાય તેની સારવાર કરી શકાય છે, જોકે તે ખૂબ જ ખતરનાક છે. આવા કિસ્સાઓમાં હોર્મોન થેરાપી ફાયદાકારક હોઈ શકે છે. ઉપરાંત, કીમોથેરાપી અને હાડકાની સારવાર શક્ય છે.”

    જો બાયડનનો પરિવાર અને ડોકટરો સાથે મળીને તમામ વિકલ્પો વિચારી રહ્યા છે. બાયડનની બીમારીના સમાચાર મળતાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો અને કહ્યું, “મેલાનિયા અને હું બંને જો બાયડનની તબીબી સ્થિતિ વિશે જાણીને ખૂબ જ દુઃખી છીએ અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.”

    લોકો જો બાયડનના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બાયડનના નજીકના મિત્ર અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ આ પ્રસંગે શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “બાઇડન એક યોદ્ધા છે, મને ખબર છે કે તે આ પડકારનો સામનો સંપૂર્ણ તાકાત સાથે કરશે.”