Tuesday, March 18, 2025
More

    ‘બાંગ્લાદેશમાં થઈ રહ્યો છે હિંદુઓનો નરસંહાર અને તમે કરી રહ્યા છો વાહવાહી’: ઈન્ફોસીસના પૂર્વ CEOએ મોહમ્મદ યુનુસના મિત્રને સંભળાવ્યું

    ઈન્ફોસિસના (Infosys) ભૂતપૂર્વ સીઈઓ મોહનદાસ પાઈએ (Mohandas Pai) કહ્યું કે ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ વિનોદ ખોસલાએ (Vinod Khosla) બાંગ્લાદેશમાં હિંદુઓના નરસંહારને (Hindu Genocide in Bangladesh) લઈને તેમના મિત્ર મોહમ્મદ યુનુસ (Muhammad Yunus) વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. હકીકતમાં, જ્યારે યુનુસ ઓગસ્ટમાં વચગાળાની સરકારના વડા બન્યા ત્યારે ખોસલાએ કહ્યું હતું કે તેઓ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના મોટા પ્રશંસક છે અને તેઓ તેમના વડાપ્રધાન બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

    ઓગસ્ટમાં ખોસલાની પોસ્ટને ટાંકીને પાઇએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું, “જેહાદી ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓને રસ્તા પર મારવામાં આવી રહ્યા છે અને યુનુસ તમારા જેવા લોકોના વખાણ પર ગર્વ અનુભવે છે. મહેરબાની કરીને માનવ અધિકારો માટે ઉભા થાઓ.”