Sunday, July 13, 2025
More

    અમદાવાદમાં ક્રેશ થયું એર ઈન્ડિયાનું જે વિમાન, તેની યાદીમાં વિજય રૂપાણીનું પણ નામ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચ્યા પૂર્વ સીએમના નિવાસસ્થાને

    લંડન જતું એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ (Plane Crash) થઈ ગયા બાદ જાણકારી મળી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ આ ફ્લાઇટમાં સવાર હતા. 

    મીડિયામાં ફ્લાઇટની એક યાદી બહાર આવી છે, જેમાં મુસાફરોમાં 12મા ક્રમે વિજય રૂપાણીનું નામ જોવા મળે છે. 

    વિજય રૂપાણીનો પરિવાર લંડનમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમને મળવા માટે જ તેઓ જઈ રહ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. 

    બીજી તરફ, પૂર્વ શિક્ષણમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 

    જોકે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. અમુક અહેવાલોમાં તેમના નજીકનાં સૂત્રોને ટાંકીને વિજય રૂપાણી વિમાનમાં ન હોવાની જાણકારી પણ આપવામાં આવી રહી છે, પરંતુ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.