ગુજરાત મેડિકલ કાઉન્સિલે (GMC) તાજેતરમાં એક આદેશ બહાર પાડીને વિદેશમાંથી મેડિકલની ડિગ્રી (Medical Graduates) મેળવીને ભારતમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરોને MD, MS કે ફિઝિશિયન વગેરે લખવા પર રોક લગાવી છે. તેના સ્થાને તેમણે ‘MBBS’ લખવાનું રહેશે.
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ પોતાની ડિગ્રીમાં હવેથી ફક્ત MBBS જ લખી શકશે, ગુજરાત મેડિકલ કાઉન્સિલનું જાહેરનામું | TV9Gujarati#doctors #mbbs #gujaratmedicalcouncil #gujarat #tv9gujarati pic.twitter.com/WKbbodpcPU
— Tv9 Gujarati (@tv9gujarati) October 25, 2024
કાઉન્સિલે જણાવ્યું છે કે, વિદેશમાંથી સ્નાતક થયેલા મેડિકલ પ્રેક્ટિસનરો જો ઉપરોક્ત ટાઇટલો તેમના દસ્તાવેજો, સ્ટેશનરી, ક્લિનિક બોર્ડ કે નેમપ્લેટમાં વાપરતા જણાશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
21 ઑક્ટોબરના આદેશમાં મેડિકલ કાઉન્સિલે જણાવ્યું હતું કે, ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ સ્ટેશનરી, નેમપ્લેટ, વિઝિટિંગ કાર્ડ, સાઇનબોર્ડ કે રિસિપ્ટમાં ‘MD’ કે ‘ફિઝિશિયન’ લખતા હોય તો તે ‘ભ્રામક’ ગણાશે અને GMCના નિયમોની વિરુદ્ધ પણ ગણવામાં આવશે.
એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જો આવા વ્યક્તિઓ લાયકાત ધરાવતા હોય અને ટાઇટલોનો ઉપયોગ કરવા માટે એલિજિબલ હોય તો તેમણે ફરજિયાતપણે GMCમાંથી લાયસન્સ પ્રાપ્ત કરવું પડશે.