Saturday, April 26, 2025
More

    IGના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં: ગુજસીટોકના 20-25 આરોપીઓને પકડાવ્યા કાન, અસામાજિક તત્વોનું કાઢ્યું સરઘસ

    તાજેતરમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ મળતાની સાથે જ સુરત પોલીસ (Surat Police) એક્શનમાં છે. પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમને પાઠ ભણાવી રહી છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચે 1300 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 300 હાર્ડકોર ક્રિમિનલ્સ સામેલ છે. આ લિસ્ટમાં 20થી 25 ગુજસીટોક (ગુજરાત એન્ટી-સોશિયલ એક્ટ/gujctoc) હેઠળ નોંધાયેલા ગુનેગારો પણ સામેલ છે.

    આ ગુનેગારોને સુરત પોલીસે 17 માર્ચે પોલીસ સ્ટેશન બોલાવીને કાન પકડાવ્યા હતા. આ ઉપરાંત કાન પકડાવીને આ ગુનેગારોની રેલી કાઢવામાં આવી હતી. પોલીસે આ શખ્સોની પૂછપરછ શરૂ કરી દીધી હતી.

    નોંધનીય છે કે 13 માર્ચે અમદાવાદના વસ્ત્રાલમાંથી એક વિડીયો સામે આવ્યો હતો જેમાં અમુક અસામાજિક તત્વોએ જાહેર રસ્તાઓ પર હોબાળો મચાવીને રાહદારીઓને પરેશાન કર્યા હતા. ઉપરાંત મારામારી પણ કરી હતી.

    ત્યારપછી DGP વિકાસ સહાયે 15 માર્ચ, 2025ના રોજ તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડા સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને 100 કલાકમાં રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે.