છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાબળોએ એક એનકાઉન્ટરમાં પાંચ નક્સલવાદીઓને (Naxalites) ઠાર કર્યા છે.
શનિવારે (7 જૂન) છત્તીસગઢ પોલીસ દ્વારા આ જાણકારી આપવામાં આવી.
Five Naxalites killed in encounters in Chhattisgarh's Bijapur: Police
— Press Trust of India (@PTI_News) June 7, 2025
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક વિશેષ ઑપરેશનમાં છત્તીસગઢ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીની ટીમોએ એક સંયુક્ત ઑપરેશન હાથ ધરીને નક્સલવાદીઓના એક ટોપ કમાન્ડર અને પ્રતિબંધિત CPI (માઓવાદી)ના નેતાને ઠાર કર્યો હતો. તેના માથે લાખો રૂપિયાનું ઈનામ ઘોષિત કરવામાં આવ્યું હતું.
તે પહેલાં પોલીસે છત્તીસગઢમાં CPI(માઓવાદી) જનરલ સેક્રેટરી બસવ રાજુને ઠાર કર્યો હતો. બસવ રાજુ હાલ ચાલતી નક્સલવાદી ચળવળનો મુખ્ય ચહેરો હતો. તેને ઠાર કરતાંની સાથે જ નક્સલવાદ હવે તેના અંતિમ દિવસો ગણી રહ્યો છે. બાકીના નક્સલવાદીઓને પણ કાં ઠાર કરવામાં આવી રહ્યા છે, કાં તેઓ આત્મસમર્પણ કરી રહ્યા છે.
મોદી સરકારે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ કરવા માટે અભિયાન શરૂ કર્યું છે, જેની કમાન સ્વયં ગૃહમંત્રી અમિત શાહે સંભાળી છે.