Wednesday, December 4, 2024
More

    ગુજરાતમાં પ્રથમ વખત શિક્ષકોની ફેર-બદલીના નિયમો થયા જાહેર: રાજ્ય સરકારે કર્યો ઠરાવ

    રાજ્ય સરકાર (Government Of Gujarat) દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની (Teachers) ફેર-બદલીના (Transferred) નિયમો પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી છે.

    આ નિયમોમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલ હોય તેઓને જિલ્લા ફેર-બદલી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેર-બદલીની અરજી ઓનલાઈન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

    આ ઉપરાંત જિલ્લા ફેર-બદલીની અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ/વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.