Wednesday, January 22, 2025
More

    ટ્રમ્પના શપથગ્રહણ સાથે જ એક ટેબલ પર આવ્યા ક્વાડ દેશો, યોજાઈ બેઠક: ભારત તરફથી વિદેશમંત્રી એસ જયશંકર રહ્યા હાજર

    અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) શપથગ્રહણ બાદ મંગળવારે (21 જાન્યુઆરી, 2025) અમેરિકામાં (USA) ક્વાડ દેશોના (QUAD) વિદેશમંત્રીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત તરફથી શપથગ્રહણમાં ભાગ લેવા પહોંચેલા વિદેશમંત્રી એસ. તેમણે અમેરિકન સેક્રેટરી ઑફ સ્ટેટ (ભારતના વિદેશમંત્રી સમકક્ષ) માર્કો રૂબિયો સાથે અલગથી એક દ્વિપક્ષી બેઠક પણ કરી હતી. ક્વાડ દેશોની બેઠકમાં અમેરિકા અને ભારત ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    નોંધનીય છે કે અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોની એસ. જયશંકર સાથે તેમ જ ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથેની આ પ્રથમ બેઠક હતી. USના વિદેશમંત્રી બન્યાના એક કલાક બાદ જ તેઓ આ બેઠકમાં સામેલ થયા. ઓસ્ટ્રેલિયા તરફથી તેમાં પેની વૉંગ અને જાપાનથી ઇયાવા તાકેશી તેમાં હાજર રહ્યા હતા.

    કવાડ બેઠક બાદ ભારતીય અને અમેરિકન વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠક એક કલાકથી વધુ ચાલી હતી. આ બેઠકમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ હાજર હતા. ત્યારબાદ એસ જયશંકરે વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટસ સાથે પણ બેઠક કરી.