Saturday, January 11, 2025
More

    પ્રતિષ્ઠા દ્વાદશી પર પંચામૃત અભિષેક બાદ થયો રામલલાનો દિવ્ય શૃંગાર: રત્નજડિત મુગટ સાથે ધારણ કર્યું પીતાંબર, CM યોગીએ પણ કરી પૂજા

    અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Mandir) પ્રાણપ્રતિષ્ઠાની (Pran Pratishtha) પહેલી વર્ષગાંઠ (1st Anniversary) ઉજવવામાં આવી રહી છે. આ પાવન પ્રસંગે રામલલાની વિશેષ પૂજા પણ કરવામાં આવી રહી છે. પૂજારીઓએ રામલલાને વિવિધ અમૃત સ્નાન પણ કરાવ્યું છે. રામલલાના મહાઅભિષેક બાદ ફરીથી પૂજા કરવામાં આવી હતી. જે બાદ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. વૈદિક મત્રોચ્ચાર સાથે તમામ વિધિ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા પહોંચ્યા છે અને રામલલાના દર્શન કરી પૂજાવિધિમાં ભાગ લીધો છે.

    શનિવારે (11 જાન્યુઆરી) રામ મંદિર અયોધ્યાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભગવાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. રામલલાનો દૂધ, દહી, ઘી, મધ અને ખાંડથી અભિષેક પણ કરવામાં આવ્યો છે. આ અભિષેકને પંચામૃત મહાઅભિષેક કહેવામાં આવે છે. ત્યારબાદ રામલલાને ગંગાજળમાં પવિત્ર જળમાં સ્નાન પણ કરાવવામાં આવ્યું છે.

    અભિષેક પૂર્ણ થયા બાદ રામલલાનો શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. ભગવાને સોનાના તાર સાથે બનેલા પીતાંબર વસ્ત્રો ધારણ કર્યા છે. આ ઉપરાંત રત્નજડિત મુગટ પણ ધારણ કર્યો છે. પૂજા અવધિ દરમિયાન મંદિર પરિસર ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. પાવન પ્રસંગને લઈને વડાપ્રધાન મોદીએ પણ શુભકામનાઓ પાઠવી છે. CM યોગી પણ અયોધ્યા પહોંચ્યા છે અને રામલલાની પૂજા કરી દર્શન પ્રાપ્ત કર્યા છે.