Tuesday, March 25, 2025
More

    હવે વોશિંગ્ટનમાં તાબડતોડ ગોળીબાર, 1નું મોત, 5 ઘાયલ: અમેરિકામાં ચાર દિવસમાં ઘટી ચોથી આવી ઘટના

    તાજેતરમાં જ અનેક ગુનાહિત ઘટનાઓ બાદ હવે અમેરિકા (America) ફરી એક ગોળીબારની (Firing) ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, અમેરિકાના વોશિંગ્ટનમાં (Washington DC) ગુરુવારે (2 જાન્યુઆરી) રાત્રે ગોળીબાર થવા પામ્યો હતો. આ ઘટનામાં લગભગ ચાર લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વોશિંગ્ટન ડીસી પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

    મૃતકનું નામ 24 વર્ષીય કોરી વાર્ડ જુનિયર છે. તમામ ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે. આ ઘટના વિશે સૂચના આપનારાઓને મેટ્રોપોલિટન પોલીસ વિભાગે 25,000 ડોલર સુધીનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. હાલ પણ પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    પોલીસ વિભાગ અનુસાર, ગોળીબારની ઘટનાના ભોગ બનેલા પીડિતોમાં ચાર પુરુષ અને એક મહિલા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બે પક્ષો વચ્ચે વિવાદને લઈને ગોળીબાર થયો છે. હાલ સમગ્ર વિસ્તારને ઘેરીને પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.