Sunday, March 16, 2025
More

    કેરળમાં વીરકાવુ મંદિર પાસે ફટાકડામાં લાગી આગ: 150 ઘાયલ, 8ની હાલત ગંભીર

    સોમવારે મોડી રાત્રે કેરળના કાસરગોડમાં (Kasaragod) નીલેશ્વરમ નજીક મંદિર હેય્યામ ઉત્સવ (Theyyam Festival) દરમિયાન ફટાકડા (firecrackers) ફૂટવાની દુર્ઘટનામાં 150 લોકો ઘાયલ થયા હતા, જેમાં આઠ ગંભીર હતા, સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસને ટાંકીને અહેવાલ આપ્યો હતો.

    ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એવી આશંકા છે કે વીરકાવુ મંદિર (Theru Anjootambalam Veererkavu temple) પાસે ફટાકડાના સ્ટોરેજ ફેસિલિટીમાં આગ લાગી ત્યારે આ અકસ્માત થયો હતો. અહેવાલોમાં કહેવાયું છે કે આ અકસ્માત મધ્યરાત્રિની આસપાસ થયો હતો.

    છેલ્લી જાણકરી મુજબ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.