Saturday, March 15, 2025
More

    ‘બહારથી ફેંકાઈ હતી આગ’: મહાકુંભ અગ્નિકાંડને લઈને ગીતા પ્રેસના ટ્રસ્ટીનો દાવો, કહ્યું- ભગવાનની કૃપાથી ટળી જાનહાનિ

    પ્રયાગરાજ (Prayagraj) મહાકુંભ (Mahakumbh) ક્ષેત્રમાં રવિવારે (19 જાન્યુઆરી) ભીષણ આગ (Fire) લાગી ગઈ હતી. જોકે, અમુક મિનિટોમાં જ વહીવટીતંત્રએ આગ પર કાબૂ મેળવી લીધી હતો અને સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. ઘટના સમયે તાત્કાલિક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે હવે ગીતા પ્રેસના (Gita Press) ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે, કોઈએ બહારથી આગ ફેંકી હતી.

    ગીતા પ્રેસના ટ્રસ્ટી કુમાર ખેમકરે જણાવ્યું છે કે, “આ શિબિર અખિલ ભારતીય ધર્મ સંધ અને ગીતા પ્રેસે સંયુક્ત રીતે લગાવી હતી. લગભગ 180 કેમ્પ લગાવવામાં આવ્યા હતા. બહારથી અગ્નિ જેવી વસ્તુ કઈક ફેંકવામાં આવી હતી અને આગ ઝડપી ફેલાઈ ગઈ હતી.” સિલિન્ડર બ્લાસ્ટ પર તેમણે કહ્યું કે, રસોઈઘર દૂર હતું અને તેમાં પણ સાવધાનીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું હતું.

    નોંધવા જેવું છે કે, આગનું પ્રાથમિક કારણ સિલિન્ડર બ્લાસ્ટને ગણાવવામાં આવી રહ્યું છે. જોકે, આગ વિકરાળ બની ગઈ હતી અને ધીરે-ધીરે આગળ વધી રહી હતી. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું સામે આવ્યું છે.