Monday, March 24, 2025
More

    ખંડવામાં 500 વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, રામ-લખનની મૂર્તિઓ ખાક: મુસ્લિમ વિસ્તારમાં સ્થિત મંદિરની આસપાસ કચરો ફેલાવવાને લઈને થતો આવ્યો છે વિવાદ

    શુક્રવારે (27 ડિસેમ્બર 2024) મધ્ય પ્રદેશના ખંડવામાં (Khandwa) આવેલા 500 વર્ષ જૂના (500-year-old) પ્રાચીન શ્રી રામ મંદિરમાં (Shri Ram temple) શંકાસ્પદ સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. આખું મંદિર લાકડાનું બનેલું હતું. આ મંદિરમાં ભગવાન રામની મૂછોવાળી મૂર્તિ છે અને તેમની રાજા તરીકે પૂજા કરવામાં આવે છે. લોકોએ આગ (Fire) ઓલવીને મંદિરને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. આ ઘટનામાં ભગવાન રામની ઐતિહાસિક પ્રતિમાઓને બળી ગઈ હતી.

    આ મંદિર ખંડવાના ભામગઢમાં (Bhamgarh) બનેલું છે. તે 500 વર્ષ પહેલા ભામગઢના રાજા રાવ લખેમ સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર જ્યાં સ્થિત છે તે વિસ્તાર મુસ્લિમ પ્રભુત્વ (Muslim-dominated) ધરાવતો માનવામાં આવે છે. મંદિરની આસપાસ ગંદકી વગેરે ફેલાવવા અંગે દરરોજ વિવાદો થાય છે. પ્રાથમિક તપાસમાં મંદિરના દીવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે વહીવટી તપાસ ચાલુ છે.

    આગ લાગતા પહેલા મંદિરમાં રામ, સીતા અને લક્ષ્મણની બે-બે મૂર્તિઓ હતી. આ દુર્લભ મૂર્તિઓમાં રામ અને લક્ષ્મણના ચહેરા પર મૂછો હતી. હાલ આ તમામ આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. મંદિરના પૂજારી સેતુ પાંડે અને સ્થાનિક લોકોએ આગની ઘટનાને લઈને મુસ્લિમો તરફ ઈશારો કર્યો છે.