Saturday, April 19, 2025
More

    AAP નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ નોંધાઈ FIR: PWD મંત્રી હતા ત્યારે ₹7 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ

    દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન PWD મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની (Styendra Jain) મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ (ACB) ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં તેમની સામે FIR નોંધી છે. AAP નેતા પર ₹571 કરોડના CCTV પ્રોજેક્ટમાં ₹16 કરોડનો દંડ માફ કરવા માટે તેમણે ₹7 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ છે.

    દિલ્હી સરકારે 2019માં 70 વિધાનસભા મતવિસ્તારોમાં 1.4 લાખ CCTV કેમેરા સ્થાપિત કરવા માટે ₹571 કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને તેના કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું કામ સમયસર કામ પૂર્ણ ન થવાને કારણે, દિલ્હી સરકારે BEL અને કોન્ટ્રાક્ટરો પર ₹16 કરોડનો દંડ ફટકાર્યો.

    આ દંડ અંગે ACBને ફરિયાદ મળી છે કે આ દંડ કારણ વગર જ માફ કરી દેવામાં આવ્યો હતો. આ દંડ માફ કરવા અંગે સત્યેન્દ્ર જૈન પર આરોપ છે એ તેમણે આ દંડ માફ કરવા માટે ₹7 કરોડની લાંચ લીધી હતી. આ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 અને 13(1)(એ) અને ભારતીય દંડ સંહિતાની કલમ 120બી હેઠળ નોંધવામાં આવ્યો છે.