માતા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કરવા ગયેલા સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર ઓરહાન અવતરમણિ (ઓરી) પર દારૂ પીવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એવો આરોપ છે કે, તેણે મંદિરથી થોડે દૂર એક હોટલના રૂમમાં દારૂ પીધો હતો. તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરીમાં દારૂની બોટલો પણ દેખાઈ છે.
હવે આ ઘટનાને લઈને પણ ભારે વિવાદ થયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ મામલે FIR નોંધી છે. ઓરીની સાથે વધુ સાત લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ આરોપીઓમાં એક રશિયન મહિલા પણ છે. પોલીસે કહ્યું છે કે, નિયમો તોડવા બદલ આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, માતા વૈષ્ણોદેવીના મંદિર વિસ્તારમાં દારૂ પીવા કે માંસાહારી ખોરાક ખાવા પર પ્રતિબંધ છે. ઓરી અને અન્ય લોકો જ્યાં રહેતા હતા ત્યાં પણ તેના પર પ્રતિબંધ હતો. છતાં, તેણે દારૂ પીધો હતો. ઘણા સ્થાનિક લોકોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે.