Tuesday, March 4, 2025
More

    મહાકુંભને લઈને ભ્રામક માહિતી ફેલાવનારા 54 સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ FIR: CM યોગીના નિર્દેશ પર યુપી પોલીસ કરી રહી છે કાર્યવાહી

    મહાકુંભને લઈને ભ્રામક માહિતી ફેલાવનારા લોકો વિરુદ્ધ યુપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી યોગી આદિયનાથના નિર્દેશો પર યુપી પોલીસ સોશિયલ મીડિયા પર 24 કલાક નજર રાખી રહી છે. હાલ સામે આવેલી માહિતી અનુસાર, હમણાં સુધીમાં 54 સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

    જે સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે પૈકીના કેટલાકના નામ પણ સામે આવ્યા છે. જેમાં ઇન્દ્રજીત બરાક, સુનિલ, નિહાલ, નિહાલ શેખ, ડિમ્પી, સત સેવા, સંદેશ વાટક ન્યૂઝ, લોકેશ મીનાર, રાજ સિંઘ ચૌધરી, યુનુસ આલમ, અમીનુદ્દીન શેખ, અરવિંદ યાદવ અહિરવાલ, શિવમ કુમાર કુશવાહા, જૈન રેનૂ અને અમિત કુમારનો સમાવેશ થાય છે.

    નોંધવા જેવું છે કે, આ પહેલાં પણ યુપી પોલીસે 7 જેટલા સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને તેમના પર FIR નોંધી હતી. યુપી પોલીસે એ પણ અપીલ કરી છે કે, લોકો આધિકારિક સ્ત્રોતોની માહિતી પર જ વિશ્વાસ કરે. તે સિવાય કોઈપણ વ્યક્તિની પોસ્ટ કે માહિતી પર ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.