Wednesday, December 4, 2024
More

    ગુજરાતમાં ટેક્સ ફ્રી થઈ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત 

    ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. બુધવારે (20 નવેમ્બર) ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘોષણા કરી હતી. 

    સીએમ પટેલે X પર નિર્ણયની જાણકારી આપતાં લખ્યું કે, “ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ગોધરામાં બનેલી ઘટનાની વાસ્તવિકતા જનતાની સામે રાખવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ થયો છે. ગુજરાત સરકારે આ ફિલ્મને રાજ્યમાં ટેક્સ-ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.”

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના અન્ય નેતાઓએ બુધવારે અમદાવાદના એક થિએટરમાં આ ફિલ્મ નિહાળી હતી. ત્યારબાદ આ ઘોષણા કરવામાં આવી છે. 

    આ પહેલાં મધ્ય પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની ઘોષણા કરવામાં આવી ચૂકી છે.