કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ નિર્દોષ હિંદુ પ્રવાસીઓ પર કરેલા હુમલા બાદ ભારતમાં એક તરફ આક્રોશ છે ત્યાં આગામી દિવસોમાં પાકિસ્તાનના એક અભિનેતાની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી મળતી જાણકારી અનુસાર ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રિલીઝ થશે નહીં. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર લીડ રોલમાં છે.
The movie ‘Abir Gulal’, starring Pakistani actor Fawad Khan, will not be allowed to release in India: Sources pic.twitter.com/V58K3IG8eS
— IANS (@ians_india) April 24, 2025
આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ થનાર હતી, પરંતુ હવે ભારતમાં પ્રસારિત કરવા દેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે પાકિસ્તાનની અવળચંડાઈઓ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા ભારત પર કરવામાં આવેલા ઘાતકી હુમલાઓ બાદ પાકિસ્તાની અભિનેતાઓ, કલાકારોની ફિલ્મો પર રોક લગાવવામાં આવી હતી.