શનિવારે (2 નવેમ્બર) સાંજે મુંબઈ (Mumbai) પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (CM Yogi) જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપી હતી. ધમકીમાં કહેવાયું હતું કે, જો 10 દિવસમાં યોગી આદિત્યનાથ રાજીનામું નહીં આપે તો તેમનો હાલ બાબા સિદ્દિકી જેવો કરવામાં આવશે.
હવે આ ધમકી આપનાર શખ્સની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેની ઓળખ ‘ફાતિમા ખાન’ (Fatima Khan) તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તે IT ગ્રેજ્યુએટ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, ફાતિમા ‘માનસિક બીમાર’ વ્યક્તિ છે.
CM યોગીને ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્ર ATSએ તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાંથી આરોપી ‘ફાતિમા ખાન’ને ઝડપી પાડવામાં આવી હતી.