વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ સતત હિંસાના દોર વધી રહ્યા છે. શુક્રવારે પોલીસ અને ટ્રેનો પર પથ્થરમારા બાદ હવે ઇસ્લામી ટોળાં શનિવારે (12 એપ્રિલ) પણ હિંસા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન આરોપ છે કે, કટ્ટરપંથીઓએ સમશેરગંજના જાફરાબાદમાં એક પિતા-પુત્રની હત્યા પણ કરી નાખી હતી અને ભારે લૂંટફાટ પણ કરી હતી. છરાના ઘા ઝીંકીને પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે.
પીડિત પરિવારનો દાવો છે કે, ઉપદ્રવીઓએ પહેલાં ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરી હતી અને ત્યારબાદ પિતા-પુત્રની હત્યા કરી નાખી હતી. ઉપરાછાપરી છરાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી હતી અને ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીએ પોલીસના વાહનો અને એમ્બ્યુલન્સને પણ નિશાન બનાવી હતી. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. વધુમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.