Monday, November 4, 2024
More

    પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર વિરુદ્ધ ખેડૂત આંદોલન: લુધિયાણા-જલંધર હાઈવે બ્લોક

    સોમવારે, 21 ઓક્ટોબરના રોજ, પંજાબમાં (Punjab) ખેડૂતોએ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર (AAP Government) વિરુદ્ધ વિરોધ શરૂ કર્યો. આ ખેડૂત આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓએ (Farmer’s Protest) જલંધર-લુધિયાણા હાઈવે બ્લોક કરી દીધો હતો.

    રાજ્યમાં ડાંગરની ખરીદી પ્રક્રિયાને લઈને ખેડૂતો ભગવંત માનની (Bhagwant Mann) આગેવાની હેઠળની રાજ્ય સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.

    રાજ્ય સરકારની ટીકા કરતાં એક ખેડૂતે કહ્યું, “મંડીમાં ડાંગરની ખરીદી થઈ રહી નથી. 15 દિવસ થઈ ગયા અને એક કિલો પણ ડાંગર ખરીદાયું નથી. ડાંગર ઉપાડવામાં આવી નથી. સરકાર પાસે આ માટે કોઈ નીતિ નથી.”

    અગાઉ, ભારતીય કિસાન યુનિયન (BKU) એ જાહેરાત કરી હતી કે જો રાજ્ય સરકાર ડાંગરની ખરીદી પ્રક્રિયામાં તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવે તો તેઓ સોમવારથી ફગવાડામાં નાકાબંધી શરૂ કરશે.