Monday, March 24, 2025
More

    હરિયાણામાં ગૌતસ્કરોએ ચલાવી ગૌરક્ષકો પર ગોળીઓ: 4 મૃત ગાયો સહિત મળ્યો મોટો ગૌવંધ, વાહન છોડીને ભાગ્યા કસાઈઓ

    હરિયાણાના (Haryana) ફરીદાબાદ જિલ્લામાં ગૌરક્ષા દળે (Gauraksha Dal) મોટા પાયે કાર્યવાહી કરીને ગૌતસ્કરોથી (Cattle smugglers) ગાયોને બચાવી હતી. આ કાર્યવાહી IMT ચોક ખાતે હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન એક ટ્રકમાંથી ઘણી ગાયો મળી આવી હતી.

    નોંધનીય છે કે ગૌરક્ષા દળના સદસ્ય પુનીત વશિષ્ઠને એવી બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગાયો લઈ જવામાં આવી રહી છે. આ ટ્રક મથુરાથી મેવાત તરફ જઈ રહ્યો હતો. ત્યારે ગૌરક્ષકોની આ ટીમે KMP યમુના હાઇવે પર નજર રાખવાની શરૂ કરી.

    આ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે ડ્રાઈવરે ટ્રક રોકવાની જગ્યાએ સ્પીડ વધારી દીધી અને ગૌરક્ષકો પર ગોળીબાર પણ કર્યો. જોકે ગૌરક્ષકો ઘણા કિલોમીટર સુધી ટ્રકનો પીછો કરતા રહ્યા.

    જ્યારે ટ્રક દયાલપુર રોડ થઈને IMT ચોક પહોંચ્યું ત્યારે તસ્કરો વાહન છોડીને ભાગી ગયા. જ્યારે ગૌરક્ષકોએ ટ્રકમાં તપાસ કરી તો તેમાંથી ઘણી ગાયો મળી આવી હતી. જેમાંથી 4 ગાયો મૃત અવસ્થામાં મળી આવી હતી.

    ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ સિવાય મળી આવેલ ગૌવંશને વલ્લભગઢની ઊંચા ગાંવ ગૌશાળામાં લઈ જવામાં આવ્યા હતા. પુનીત વશિષ્ઠે જણાવ્યું હતું કે ઈ-સાક્ષી એપથી માહિતી આપવામાં સમસ્યા આવી રહી હતી. તેમણે વહીવટીતંત્ર પાસે એપને અપગ્રેડ કરવાની અને ગૌતસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.