Friday, March 14, 2025
More

    પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું અમેરિકામાં નિધન

    તબલા ઉસ્તાદ તરીકે ઓળખાતા ઝાકિર હુસૈનનું (Tabla maestro Zakir Hussain) અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં નિધન થયું હતું, એમ તેમના પરિવારે સોમવારે જણાવ્યું હતું. તેઓ 73 વર્ષના હતા. હુસૈનનું મૃત્યુ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી (idiopathic pulmonary fibrosis) થતી આડઅસરોનેને કારણે થયું હતું, એમ પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

    તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા અને તેમની તબિયત બગડતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. હુસૈનની બહેન ખુર્શીદ ઓલિયાએ કહ્યું કે તેમનું નિધન ‘ખૂબ જ શાંતિથી’ થયું.

    “વેન્ટિલેશન મશીન બંધ થઈ ગયા પછી તે ખૂબ જ શાંતિથી મૃત્યુ પામ્યા. આ સાન ફ્રાન્સિસ્કોનો સમય સાંજે 4 વાગ્યાનો હતો,” તેમણે પીટીઆઈને કહ્યું.