Thursday, July 10, 2025
More

    બ્રિટનનું F-35 જેટ આખરે તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી ખસેડાયું, UKથી નિષ્ણાતોની ટીમ પણ પહોંચી

    આખરે કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર પડેલા બ્રિટનના F-35B ફાઈટર જેટને હેંગરમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેનું સમારકામ કરવામાં આવશે. બ્રિટનથી 40 ઇજનેરોની ટીમ પણ આખરે કેરળ આવી પહોંચી છે. 

    સોશિયલ મીડિયા પર વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ફાઈટર જેટને ખસેડવામાં આવતું જોઈ શકાય છે. તેને ગ્રાઉન્ડેડ પોઝિશનમાંથી હેંગરમાં લઈ જવામાં આવ્યું હતું. 

    બ્રિટિશ રોયલ એર ફોર્સ એરબસ A400M એટલાસ દ્વારા ટેકનિકલ એક્સપર્ટની એક ટીમ પણ રવિવારે (6 જુલાઈ) તિરુવનંતપુરમ એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ ટીમ હવે F35 જેટનું રીપેરીંગ કામ જોશે. 

    ઉલ્લેખનીય છે કે એક ડ્રીલ દરમિયાન આ જેટ કેરળના એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ ખામી સર્જાવાના કારણે ટેક ઑફ કરી શક્યું ન હતું. 14 જૂનથી આ જેટ કેરળના એરપોર્ટ પર આમ જ પડ્યું રહ્યું હતું. હવે તેને ખસેડવામાં આવ્યું છે. 

    સમગ્ર મામલા વિશે સંપૂર્ણ વિગતો અહીંથી વાંચી શકાશે.