Saturday, March 15, 2025
More

    ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારત સરકાર તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર હાજરી આપશે

    અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારત સરકાર તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર હાજરી આપશે. વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે. 

    આગામી 20 જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો શપથગ્રહણ સમારોહ યોજાશે. આ માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે અને તેની દેખરેખ માટે બનાવવામાં આવેલી એક વિશેષ સમિતિ વિશ્વભરના દેશોને નિમંત્રણ પાઠવી રહી છે. 

    US તરફથી ભારત સરકારને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેને માન આપીને વિદેશ મંત્રી સરકારનું પ્રતિનિધિત્વ કરશે. 

    આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર નવી ટ્રમ્પ સરકારના અમુક પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરશે અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા અન્ય દેશોના અમુક નેતાઓને પણ મળશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.