Tuesday, March 18, 2025
More

    ‘વિદેશ જતાં મને શરમ આવે છે કે દિલ્હી..’: વિદેશ મંત્રી એસ જયશંકરે AAP સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- દેશની રાજધાનીમાં મૂળભૂત સુવિધાનો પણ અભાવ

    દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરનું (S. Jaishankar) નિવેદન સામે આવ્યું છે. જયશંકરે દિલ્હીની AAP સરકાર અને કેજરીવાલ (Kejriwal) પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું છે કે, રાજધાની દિલ્હીમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. તેમણે એવું પણ કહ્યું છે કે, તેમને વિદેશોમાં તે જણાવતા પણ શરમ આવે છે કે, દિલ્હીના રહેવાસીઓ મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત છે.

    જયશંકરે એક સભામાં કહ્યું કે, “જ્યારે હું વિદેશ જાઉ છું, ત્યારે મારે દુનિયાથી વાતો છુપાવવી પડે છે. મને શરમ અનુભવાય છે કે, રાજધાનીમાં રહેતા લોકો ઘર નથી મેળવી શકતા, તેમને ગેસ સિલિન્ડર નથી મળતા અને આયુષ્યમાન ભારત જેવી યોજનાનો લાભ પણ નથી મળતો.”

    તેમણે એવું પણ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં AAP સરકારે દિલ્હીને વિકાસની દોડમાં પાછળ છોડી દીધું છે. જો લોકોને પોતાના અધિકારો પણ નથી મળી રહ્યા તો 5 ફેબ્રુઆરીએ મતદાન કરતાં સમયે તેમણે બદલાવ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.”