સોમવારે (5 મે) સવારે હરિયાણાના (Haryana) સમાલખાથી કોંગ્રેસ પાર્ટીના (Congress) પૂર્વ ધારાસભ્ય ધર્મ સિંઘ છોકરની (Dharam Singh Chhoker) દિલ્હીની એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. EDએ ₹1500 કરોડના મની લોન્ડરિંગ કેસને (Money Laundering Case) લઈને કોંગ્રેસ નેતાની ધરપકડ કરી છે. હાલ તે કેસને લઈને નેતાની તપાસ કરવામાં આવશે અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે.
Ex-Haryana Congress MLA Dharam Singh Chhoker Held in ₹1,500 Crore Money Laundering Probe#HaryanaCongress #MoneyLaundering #dharamsinghchhoker https://t.co/0Lord38SmE
— IndiaTV English (@indiatv) May 5, 2025
આ કેસ ગુરુગ્રામમાં એક છેતરપિંડીભર્યા હાઉસિંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. તેમાં 3,700થી વધુ અરજદારો પાસેથી સસ્તા હાઉસિંગ પ્રોજેક્ટ માટે પૈસા એકત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ છોકર દ્વારા નિયંત્રિત રિયલ એસ્ટેટ કંપની સાઈ આઈના ફાર્મ્સ, જે હાલમાં મહિરા ઇન્ફ્રાટેક તરીકે ઓળખાય છે, તે ઘરો પહોંચાડવામાં નિષ્ફળ ગઈ. નકલી ઇન્વોઇસ દ્વારા બાંધકામ ખર્ચ વધારી દીધો અને ફંડનો દુરુપયોગ પણ કર્યો.
છોકરના પુત્ર સિકંદરની પણ અગાઉ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા છોકર સાથે જોડાયેલી ₹44 કરોડથી વધુની મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી. ધરમ સિંઘ છોકર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સમાલખા બેઠક પરથી બે વાર જીત્યા છે.