ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક 33 વર્ષીય એન્જિનિયરે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેની ઓળખ મોહિત યાદવ તરીકે થઈ છે. તેણે પત્ની અને સાસરિયાંઓ તેના પર ત્રાસ ગુજારતા હોવાનો આરોપ લગાવીને આત્મહત્યા કરી છે. શુક્રવારે (18 એપ્રિલ) ઇટાવા રેલવે સ્ટેશનની બહાર જોલી હોટેલની એક રૂમમાં તેણે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
પીડિતે આત્મહત્યા કરતા પહેલાં એક વિડીયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે તેની પત્ની અને સાસરિયાં દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસને તે વિડીયો પણ મળી આવ્યો છે. જેમાં યાદવ કહેતો સંભળાય છે કે, “જો મને ન્યાય ન મળે તો મારી અસ્થિ ગટરમાં વહેવડાવી દેજો.”
एक और अतुल सुभाष…! आखिरी वीडियो
— NDTV India (@ndtvindia) April 20, 2025
यूपी के इटावा में अतुल सुभाष जैसा मामला ! पत्नी से परेशान होकर इंजीनियर मोहित यादव ने ली खुद की जान#uttarpradesh pic.twitter.com/1VD200IDOl
વધુમાં તેણે એવું પણ કહ્યું છે કે, “જો પુરુષો માટે કોઈ કાયદો હોત તો હું આ પગલું ન ભરત. હું મારી પત્ની અને તેના પરિવાર દ્વારા થતી હેરાનગતિને સહન કરી શકું તેમ નથી.” વધુમાં તેણે વિડીયોમાં કહ્યું કે, તેની સાસુએ તેની પત્નીનો ગર્ભપાત કરાવ્યો હતો અને બધા ઘરેણાં પણ તેની પાસે રાખી લીધા હતા. વધુમાં ખોટા કેસ કરવાની ધમકી પણ આપી હતી.
યાદવે વધુમાં કહ્યું કે, 7 વર્ષના સંબંધ બાદ તેણે અને તેની પત્નીએ પ્રેમલગ્ન કર્યા હતા અને કોઈ દહેજ નહોતું માંગવામાં આવ્યું. તેમ છતાં તેની પત્ની ધમકી આપતી હતી કે, બધી સંપત્તિ તેના નામ પર ન કરી તો ખોટા દહેજના કેસ કરીને તેને ફસાવી દેશે. વધુમાં તેણે કહ્યું કે, તેના સસરાએ પણ તેના વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હતી.