Sunday, April 6, 2025
More

    બેલ્ટ બાંધીને શ્વાનની જેમ ફેરવ્યા, પેન્ટ ઉતારીને ચટાડી ફર્શ: કેરળની કંપનીમાં કર્મચારીઓ સાથે અમાનવીય વ્યવહાર, વિડીયો વાયરલ થતાં શ્રમ મંત્રાલયે લીધું સંજ્ઞાન

    કેરળના કોચીની એક માર્કેટિંગ કંપનીનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં કર્મચારીઓ સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. કારણ માત્ર એટલું છે કે, કર્મચારીઓએ કંપનીનો સેલ્સ ટાર્ગેટ પૂરો નહોતો કર્યો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ ભારે હોબાળો મચ્યો છે.

    મળતી માહિતી મુજબ, આ ઘટના તલુર જનતા રોડ પર સ્થિત હિન્દુસ્તાન પેપર લિંક્સની એક શાખામાં બની હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, કંપનીના કર્મચારીઓને શ્વાનની જેમ ગળામાં બેલ્ટ બાંધીને ફરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને ભસવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને પોતાનું પેન્ટ ઉતારવા અને ફ્લોર પર પડેલા સિક્કા ચાટવાની પણ ફરજ પાડવામાં આવી.

    હવે રાજ્યના શ્રમ વિભાગે પણ આ વિડીયોની નોંધ લીધી છે. દરમિયાન, કેરળના શ્રમ મંત્રી વી. શિવનકુટ્ટીએ આ ઘટનાની નિંદા કરી છે અને કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મંત્રીએ કહ્યું છે કે, એર્નાકુલમ શ્રમ અધિકારીને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોઈપણ સંસ્થાને આ રીતે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શિવનકુટ્ટીએ કહ્યું કે, આવી ઘટના કોઈપણ કર્મચારી સાથે ફરી ન બનવી જોઈએ.