Wednesday, December 4, 2024
More

    2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે ઈમરજન્સી, કંગના રણૌતે કર્યું એલાન: ફિલ્મની નવી તારીખ કરી જાહેર

    કંગના રણૌતની (kangana Ranaut) ખૂબ ચર્ચિત ફિલ્મ ઈમરજન્સીને (Emergency) આખરે ફાઇનલ રિલીઝ ડેટ (Release Date) આપી દેવામાં આવી છે. ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મની નવી રિલીઝ ડેટ વિશેની માહિતી આપી છે. કંગનાએ જણાવ્યું છે કે, ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે અને હવે તે ફિલ્મ આવતા વર્ષે 17 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

    કંગના રણૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઈમરજન્સીની રિલીઝ ડેટ વિશે જાહેરાત કરી હતી. તેમણે પોતાના આધિકારિક હેન્ડલ પરથી પોસ્ટ શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “17 જાન્યુઆરી, 2025- દેશની સૌથી શક્તિશાળી મહિલાની માહકાવ્ય ગાથા અને તે ક્ષણો જેણે ભારતની નિયતિ બદલી નાખી. ઇમરજન્સી પરથી હટશે પડદો માત્ર સિનેમામાં.”

    નોંધવા જેવું છે કે, ફિલ્મ ઈમરજન્સીને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેની રિલીઝ ડેટ પણ વારંવાર બદલવામાં આવી રહી હતી. પરંતુ હવે ફિલ્મના રિલીઝ થવાને લઈને કોઈપણ અડચણ આવી શકશે નહીં. 17 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ દેશભરના તમામ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.