વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ X ચીફ ઈલોન મસ્કનું એક નિવેદન સામે આવ્યું છે. મસ્કે કહ્યું કે, પીએમ સાથે વાત કરવી એ તેમના માટે ગૌરવની વાત છે.
સાથે ઈલોન મસ્કે કહ્યું કે, આ વર્ષના અંત સુધીમાં તેઓ ભારતની મુલાકાત લેશે.
It was an honor to speak with PM Modi.
— Elon Musk (@elonmusk) April 19, 2025
I am looking forward to visiting India later this year! https://t.co/TYUp6w5Gys
પીએમ મોદીની પોસ્ટને ટાંકીને મસ્કે લખ્યું, ‘વડાપ્રધાન મોદી સાથે વાત કરવી ગૌરવપૂર્ણ બાબત હતી. આ વર્ષના અંત સુધીમાં ભારત આવવા માટે વિચારી રહ્યો છું.’
વડાપ્રધાન અને મસ્ક વચ્ચે શુક્રવારે (18 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ હતી. જેની જાણકારી આપતાં પછીથી પીએમએ લખ્યું હતું કે, “ઈલોન મસ્ક સાથે વાત થઈ. અમે તાજેતરમાં વૉશિંગ્ટન ડીસીમાં થયેલી અમારી બેઠક દરમિયાન જે મુદ્દાઓ ઉપર વાતો કરી હતી તેની ઉપર વિસ્તૃત ચર્ચા થઈ. ખાસ કરીને ટેકનોલોજી અને ઈનોવેશન જેવાં ક્ષેત્રોમાં ભાગીદારીની અપાર શક્યતાઓ પર અમારી વાતચીત થઈ. આ ક્ષેત્રોમાં અમેરિકા સાથેની આપણી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ભારત હંમેશા પ્રતિબદ્ધ રહેશે”