ટેસ્લા ચીફ ઈલોન મસ્કની એક X પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે ભારતની ચૂંટણી પ્રક્રિયાની પ્રશંસા કરીને યુએસની સિસ્ટમ પર કટાક્ષ કર્યો છે.
મસ્કે કહ્યું કે, ભારતે એક જ દિવસમાં 64 કરોડ મત ગણી નાખ્યા હતા અને કેલિફોર્નિયા હજુ ગણતરી કરી રહ્યું છે, જ્યાં મતોની સંખ્યા ભારતની સરખામણીમાં ઘણી ઓછી છે.
India counted 640 million votes in 1 day.
— Elon Musk (@elonmusk) November 24, 2024
California is still counting votes 🤦♂️ https://t.co/ai8JmWxas6
વાસ્તવમાં X પર અમેરિકાના અમુક યુઝરો ચર્ચા કરી રહ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પે જીત બાદ દરેક એક્ઝિક્યુટિવ બ્રાન્ચ માટે હોદ્દેદારોની નિમણૂક પણ કરી દીધી છે, પણ કેલિફોર્નિયામાં હજુ મતગણતરી જ ચાલે છે. ત્યાં એક યુઝરે લખ્યું કે, ભારતે એક જ દિવસમાં આટલા કરોડ મતની ગણતરી પૂર્ણ કરીને પરિણામ ઘોષિત કરી દીધાં હતાં. આ પોસ્ટ પર ઈલોન મસ્કે પ્રતિક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પણ તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. પરંતુ જટિલ અને ગૂંચવાડાભરી ચૂંટણી પ્રક્રિયાના કારણે તેમની ચૂંટણીઓ કાયમ વિવાદમાં રહે છે. બીજી તરફ, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી અને આટલી વિશાળ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ચૂંટણી પ્રક્રિયા સરળ રીતે અને પારદર્શી રીતે પૂર્ણ થાય છે.