અમેરિકાના (USA) નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તાજેતરમાં જ NATOને (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમેરિકા નાટોમાં રહીને યુરોપિયન દેશો માટે પૈસા ખર્ચી રહ્યું છે. તેનાથી અમેરિકાને કોઈ લાભ થતો નથી. આ નિવેદન બાદ હવે ટ્રમ્પ પ્રશાસનમાં DOGE વિભાગના ચીફ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કે (Elon Musk) પણ અમેરિકાને NATOમાંથી બહાર નીકળી જવાનું આહ્વાન કર્યું છે.
We really should.
— Elon Musk (@elonmusk) March 9, 2025
Doesn’t make sense for America to pay for the defense of Europe. https://t.co/jXs6yNA8Re
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટની પ્રતિક્રિયા આપતા મસ્કે આ આહ્વાન કર્યું છે. વાસ્તવમાં તેમણે જે પોસ્ટની પ્રતિક્રિયા આપી છે, તેમાં કહેવાયું હતું કે, હવે અમેરિકાએ NATOમાંથી બહાર નીકળી જવું જોઈએ. જેના જવાબમાં ઈલોન મસકે પોસ્ટ કરીને લખ્યું કે, “આપણે ખરેખર આવું કરવું જોઈએ. અમેરિકાએ યુરોપની રક્ષા માટે પૈસા ખર્ચવાનો કોઈ અર્થ નથી.”
તે પહેલાં ટ્રમ્પ પણ કહી ચૂક્યા હતા કે, NATOમાં સૌથી વધારે આર્થિક સહાય અમેરિકા કરે છે અને તેના તમામ નાણાં યુરોપિયન દેશોની રક્ષા પાછળ ખર્ચાય છે. ત્યારબાદ અમેરિકા પણ NATOમાંથી બહાર નીકળવાની માંગણી શરૂ થઈ ગઈ હતી. હવે ટેસ્લાના માલિક અને Xના ચીફ ઈલોન મસ્ક આ મામલે મેદાને ચડ્યા છે.