Thursday, May 29, 2025
More

    130 દિવસનો નિશ્ચિત કાર્યકાળ પૂરો થતાં ઈલોન મસ્ક આપશે DOGEમાંથી રાજીનામું: X પર કરી USAનો આ સરકારી વિભાગ છોડવાની ઘોષણા

    અમેરિકન ટેક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે (Elon Musk) જાહેરાત કરી છે કે તેઓ ટ્રમ્પ સરકારમાં (Trump Administration) ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના (DOGE) નેતૃત્વ કરનાર વ્યક્તિ તરીકેની ભૂમિકા છોડી રહ્યા છે કારણ કે તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

    મસ્કે બુધવારે રાત્રે X પર પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે તેમની ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ટીમ સરકારમાં કામ કરવાનું ચાલુ રાખશે.

    ટ્રમ્પ દ્વારા મસ્કને 20 જાન્યુઆરીએ ખાસ સરકારી કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે 47મા યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના એક દિવસ પછી હતો. તેમને DOGEનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. આ એક એવો વિભાગ છે જે સરકારી ખર્ચ ઘટાડવા માટે બનાવવામાં આવ્યો હતો. યુએસમાં કોઈ પણ ખાસ સરકારી કર્મચારી 365 દિવસમાંથી વધુમાં વધુ 130 દિવસ સેવા આપી શકે છે, માસ્કનો આ કાર્યકાળ 30 મેના રોજ સમાપ્ત થાય છે.