મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી ચૂંટણી અધિકારીઓ પણ સુરક્ષાને લઈને સજાગ છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની (Eknath Shinde) પણ તપાસ કરવામાં આવી હતી. CM શિંદે ચૂંટણી પ્રચાર માટે 13 નવેમ્બરે પાલઘર પહોંચ્યા ત્યારે ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમના હેલિકૉપ્ટરની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસનો વિડીયો સામે આવ્યો હતો જેમાં દેખાઈ રહ્યું છે કે CM શિંદે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી અધિકારીઓને તેમની ફરજ બજાવવામાં સહયોગ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ શિવસેના UBT નેતા ઉદ્ધવ ઠાકરેની તપાસ કરતા તેમણે હોબાળો મચાવી દીધો હતો અને તપાસ અધિકારોને ધમકી પણ આપી હતી.
નોંધનીય બાબત એ છે કે ઉદ્ધવ ઠાકરેની તપાસ 11 નવેમ્બરે કરવામાં આવી હતી જયારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તપાસ 5 નવેમ્બરે કરવામાં આવી છતાં તેમણે શાંતિ પૂર્વક તપાસ કરાવી હતી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુદ્ધાએ પણ શાંતિપૂર્ણ રીતે તપાસ કરવામાં સહકાર આપ્યો હતો. પરંતુ UBT નેતા ઉદ્ધવે સુરક્ષાના મામલે પણ રાજકારણ કરી તેનો વિરોધ કર્યો હતો અને ચૂંટણી અધિકારીઓને ધમકી આપી હતી.