Tuesday, March 18, 2025
More

    આજે થશે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર: સાડા 3 વાગ્યે ચૂંટણીપંચ કરશે પ્રેસ કોન્ફરન્સ

    જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીઓ પતી ગઈ છે અને તેના પરિણામ પણ આવી ચૂક્યા છે. હવે દેશમાં આતુરતાથી આગામી વિધાનસભા ચૂંટણીઓની (Maharashtra and Jharkhand Assembly Elections) રાહ જોવાઈ રહી છે જે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાવાની છે.

    મંગળવાર, 15 ઓક્ટોબરના રોજ આ તારીખો જાહેર થવાની છે. તેવામાં હવે ચૂંટણીપંચે (Election Commission) જાણકરી આપી છે કે આજે બપોરે 3:30 વાગ્યે તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તારીખો જાહેર કરશે.

    નવરાત્રી બાદ હવે હિંદુઓનો મોટો તહેવાર એવો દિવાળી આવી રહ્યો છે. માટે પૂરી સંભાવના છે કે ચૂંટણીની તારીખો દિવાળી પછીની જ હશે.