Tuesday, March 18, 2025
More

    કોંગ્રેસના આરોપ પાયાવિહોણા: ચૂંટણી પંચે કહ્યું કે હરિયાણાની ચૂંટણી હતી દોષરહિત

    ભારતીય ચૂંટણી પંચ (ECI) એ તાજેતરમાં પૂર્ણ થયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં (Haryana Elections) ગેરરીતિઓ અંગે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે જ્યાં કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીના (BJP) હાથે ફરીથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની ટોચની ચૂંટણી સંસ્થાએ કોઈપણ અનિયમિતતાના આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે.

    ECIએ કોંગ્રેસ અને અન્ય પક્ષોને ચૂંટણીની આસપાસ આવા પાયાવિહોણા આક્ષેપો કરવાનું ટાળવા પણ કહ્યું કારણ કે તેનાથી મતદારોમાં અશાંતિ થઈ શકે છે.

    કોંગ્રેસના કેટલાક નેતાઓ અને તેમના સમર્થકોએ ઉત્તર ભારતીય રાજ્યમાં કોંગ્રેસની આઘાતજનક હાર બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (EVM) અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા બાદ ECIનો આ પ્રતિભાવ આવ્યો.

    ભાજપે તાજેતરની ચૂંટણીઓ દરમિયાન હરિયાણામાં તેની સતત 3જી ટર્મ જીતી હતી, જ્યારે કોંગ્રેસને ફરી એકવાર મતદારો દ્વારા વિપક્ષમાં મોકલવામાં આવી હતી.