ગોધરા કાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ (The Sabarmati Report) રિલીઝ થયા બાદ તેના વખાણ થઈ રહ્યા છે. જેના પગલે PM મોદીએ પણ ફિલ્મના વખાણ કર્યા હતા. ત્યારે ફિલ્મઅ પ્રોડ્યુસર એકતા કપૂરે અને ફિલ્મના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસ્સીએ PM મોદીના પ્રોત્સાહન પર આભાર વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા માધ્યમ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા એકતા કપૂર અને વિક્રાંત મેસ્સીએ લખ્યું હતું કે, “આદરણીય વડાપ્રધાન, ધ સાબરમતી રિપોર્ટ પરના તમારા સકારાત્મક શબ્દો માટે ખૂબ ખૂબ આભાર. તેમણે (શબ્દોએ) અમને પ્રોત્સાહિત કર્યા છે.”
આગળ તેમણે લખ્યું હતું કે, “ધ સાબરમતી રિપોર્ટ પર તમારી પ્રશંસા સાબિત કરે છે કે, અમે સાચી દિશામાં છીએ. આ પ્રેમ અને સમર્થન માટે આભાર!” ઉપરાંત તેમણે આગળ લખ્યું હતું કે, “ઈતિહાસ સાક્ષી છે, દેશ હોય કે વ્યક્તિ, પડ્યા પછી જ ઉભો થાય છે. અસત્યનો સમયગાળો ગમે તેટલો લાંબો હોય, માત્ર સત્ય જ તેને બદલી શકે છે.”
નોંધનીય છે કે આ ફિલ્મ 15 નવેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે, જે બાદ ફિલ્મ પર સારા અને નરસા બંને પ્રકારના પ્રતિભાવો મળી રહ્યા છે.