એકનાથ શિંદે (Eknath Shinde) મહારાષ્ટ્રના આગામી ઉપમુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે. ન્યૂઝ એજન્સી ANIએ શિવસેનાનાં સૂત્રોને ટાંકીને આ બાબતની જાણકારી આપી છે.
આ પહેલાં રાજ્યપાલ સમક્ષ દાવો રચવામાં આવ્યા બાદ મહાયુતિના નેતાઓએ કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને સરકારમાં આમંત્રણ આપ્યું હતું. જેની ઉપર શિંદેએ કહ્યું હતું કે, તેઓ પાર્ટી સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય યોગ્ય કરશે.
Eknath Shinde to take oath tomorrow as Maharashtra's Deputy CM along with Ajit Pawar, in the new government: Shiv Sena Sources pic.twitter.com/P9OsbJZMjm
— ANI (@ANI) December 4, 2024
પછીથી સાંજે 5 કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને શિવસેનાના નેતાઓની એક બેઠક મળી હતી. ત્યારબાદ ફડણવીસ પણ બેઠકમાં પહોંચ્યા હતા. આખરે એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના આગ્રહને માન આપીને ડેપ્યુટી સીએમ પદે શપથ લેવાનો નિર્ણય કર્યો છે.
નોંધવું જોઈએ કે આ પહેલાં NCP પ્રમુખ અજિત પવારે પ્રેસ કૉન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઉપમુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે. જેથી સ્પષ્ટ થઈ ગયું છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદે અને અજિત પવાર અને એકનાથ શિંદે ઉપમુખ્યમંત્રી પદે શપથગ્રહણ કરશે.
શપથગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરે સાંજે 5 કલાકે યોજાશે.