Tuesday, March 11, 2025
More

    ‘મને ન ગણતા અડચણ… મોદી-શાહનો કોઈ પણ નિર્ણય રહેશે સરઆંખો પર…’: મહારાષ્ટ્રમાં CMની જાહેરાત પહેલા એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ

    મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી (Maharashtra Election) જીત્યા બાદ NDA દ્વારા CM પદ પર કોણ બેસશે એ બાબતે મંથન ચાલી રહ્યું હતું. તેવામાં આજે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોદી-શાહ જે નિર્ણય લેશે તેને તેઓ શિરોમાન્ય રાખશે.

    મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ કહ્યું, “મેં વડા પ્રધાનને કહ્યું છે કે જો મારા કારણે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં કોઈ સમસ્યા છે, તો તમારા મનમાં કોઈ શંકા ન લાવો અને તમે જે પણ નિર્ણય લો, તે મને નિર્ણય સ્વીકાર્ય છે.”

    તેઓએ PM મોદીને જણાવ્યું હતું કે, “તમે અમારા પરિવારના વડા છો. જે રીતે ભાજપના લોકો તમારા નિર્ણયને સ્વીકારે છે, અમે પણ તમારા નિર્ણયને એ જ રીતે સ્વીકારીશું.”

    શિંદે પ્રેસ કોન્ફરન્સમાં આગળ બોલ્યા કે, “ગઈ કાલે મેં પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને ફોન કરીને કહ્યું હતું કે મારા કારણે સરકાર બનાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.”