Tuesday, March 18, 2025
More

    ‘બાળાસાહેબ જીવતા હોત તો મોઢું તોડી નાખત’: ઉદ્ધવ જૂથના સાંસદ પર ભડક્યા મહારાષ્ટ્રના CM, મહિલા નેતાને ગણાવ્યા હતા ‘માલ’

    મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) શિવસેના (UBT) નેતા અરવિંદ સાવંતની શિવસેના (Shivsena) નેતા શાઇના એનસી (Shaina NC) વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી પર ગુસ્સે છે. સીએમએ કહ્યું છે કે આ નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેની સખત નિંદા થવી જોઈએ. તેમણે કહ્યું કે, જો બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) જીવતા હોત તો તેમણે આવા નિવેદનોનો જડબાતોડ જવાબ આપ્યો હોત અને તેમને ચૂપ કરી દીધા હોત.

    સીએમ શિંદેએ કહ્યું કે શિવસેના (યુબીટી)ની વાસ્તવિકતા હવે સામે આવી છે. તેમનો દાવો છે કે તેઓ બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને અનુસરે છે, પરંતુ તેમના કાર્યો તેની સાથે મેળ ખાતા નથી. ઉલ્લેખનીય છે કે અરવિંદ સાવંતે શાઈના એનસીને ‘માલ’ કહીને બોલાવ્યા હતા.

    મુખ્યમંત્રીએ યાદ અપાવ્યું કે ભૂતકાળમાં પણ આવા નિવેદનોથી મહિલાઓનું અપમાન થયું છે. તેમણે કહ્યું કે આગામી ચૂંટણીમાં મહિલાઓ તેમનું અપમાન કરનારાઓને પાઠ ભણાવશે.