Wednesday, December 4, 2024
More

    શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા, પોર્ન રેકેટ કેસમાં કાર્યવાહી

    અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેમના પતિ રાજ કુંદ્રાના (Raj Kundra) ઘરે EDએ દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરી છે. શુક્રવારે (29 નવેમ્બર) શરૂ થયેલી આ કાર્યવાહી પોર્ન રેકેટ કેસ મામલે કરવામાં આવી રહી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 

    રાજ કુંદ્રાની જૂન, 2021માં અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.  કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. બે મહિના જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બર, 2021માં તેમને જામીન મળ્યા હતા. 

    તપાસમાં મુંબઇ પોલીસને જાણવા મળ્યું હતું કે રાજ અને તેની કંપની ફિલ્મો થકી કમાણી જ નહતા કરતા પણ દેશના કાયદાના ઉલ્લંઘન માટે પણ પૂરેપૂરી વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ પૈસાનો મામલો આવતાં કેસમાં EDની પણ એન્ટ્રી થઈ. 

    ED આ મામલે મહારાષ્ટ્રના મુંબઈ અને UPનાં અમુક સ્થળો મળીને કુલ 15 ઠેકાણે તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળ્યું છે.